ભેંશ ભાગોળે, છાશ છાગોળેને ઘેર ધમાધમ
એક નાનું સરખું ગામ હતું. એક વાર પાદરે ભેંસો વેચાવા આવી. ગામમાં એક પટેલ રહે. તેની પાસે કોઈ દૂઝાણું નહિ. એને થયુ કે હું એક ભેંશ લઉં. જઈને પટલાણી કહે- સાંભળ્યું કે? આપણે એક ભેંશ લેવી છે. આંગણે ભેંશ હોય તો સારું. છોકરાં છેયાને દૂધ મળે; બાકી મેળવીએ એનું દહીં થાય, ઘી થાય; ને જે