એક ઉંદર હતો. એને રસ્તા પરથી એક સરસ મજાનો કાપડનો ટુકડો મળ્યો. એને
થયુ. લાવ ને આની મજાની ટોપી બનાવું. એ તો કાપડનો ટુકડો લઈને પહોંચ્યો
દરજી પાસે.

ઉંદર દરજીને કહે, “દરજીભાઈ, દરજીભાઈ, મને ટોપી સીવી આપો”.

દરજી કહે જા. જા. તારા જેવા ઉંદર માટે ટોપી સીવવા મારી પાસે સમય નથી”.

ઉંદર કહે એમ? “તો સિપાહી કો બલુ આઉંગા. બડે માર દેઉંગા. ખડે તમાશા દેખૂંગા”

  • એટલે કે, “સિપાહીને બોલાવીશ. બરાબરનો માર ખવરાવીશ. ઉભો ઉભો તમાશો જોઇશ”.

દરજી તો ડરી ગયો. એ ઉંદરને કહે, “ના ના ભાઈ. એવુું ન કરીશ. લાવ તારી
ટોપી સીવી આપુું છું”.

એણે સરસ મજાની ટોપી સીવી આપી. ઉંદર તો રાજી રાજી થઇ ગયો. પછી એને
થયુું કે આવી મજાની ટોપી પર ભરત ભર્યું હોય તો કેવુું સારુું લાગે?

એ તો ઉપડયો ભરત ભરવાવાળા પાસે. જઈને કહે, “ભાઈ, મને મારી આ ટોપી પર
મજાનુું ભરત ભરી આપ”.

ભરત ભરવા વાળો કહે. “જા. જા. તારા જેવા ઉંદર માટે ભરત ભરવા મારી પાસે સમય નથી”.

ઉંદર કહે એમ? તો સિપાહી કો બલુ આઉંગા. બડે માર દેઉંગા. ખડેતમાશા દેખૂંગા”.

ભરત ભરવાવાળો તો ડરી ગયો. એ ઉંદરને કહે, “ના ના ભાઈ. એવુું ન કરીશ.
લાવ તારી ટોપીને ભરત ભરી આપુું છું”.

ઉંદર રાજી રાજી થઇ ગયો. પછી એને થયુું કેઆવી મજાની ભરત ભરેલી ટોપી
પર મોતી ટાંક્યું હોય તો કેવુું સારુું લાગે?

એ તો ઉપડયો મોતી ટાંકવાવાળા પાસે. જઈને કહે, “ભાઈ, મને મારી આ ટોપી પર
સરસ મજાના મોતી ટાુંકી આપ”.

મોતી ટાંકવાવાળો કહે, “જા. જા. તારા જેવા ઉંદર માટે મોતી ટાંકવા મારી પાસે
સમય નથી”.

ઉંદર કહે “એમ? તો સિપાહી કો બુલાઉંગા. બડે માર દેઉંગા. ખડે તમાશા દેખૂંગા”.

મોતી ટાકું વાવાળો તો ડરી ગયો. એ ઉંદરને કહે, “ના ના ભાઈ. એવુું ન કરીશ.
લાવ તારી ટોપી ને મોતી ટાંકી આપુું છું”.

ઉંદર એકદમ ગેલમાં આવી ગયો અને નાચવા કુદવા લાગ્યો.

ત્યાં રાજાના સિપાહીઓ આવ્યા અને ઉંદરને કહે, “એય ઉંદરડા, આઘો ખસ
અહીંથી. રાજાની સવારી નીકળે છે”.

ઉંદર સિપાહીઓ ને કહે, “નહીં ખાસું. રાજાની ટોપી કરતા તો મારી ટોપી વધારે
સારી છે”.

આ સાંભળીને રાજા ચિડાઈ ગયો. એણે સિપાહીઓને કહ્યું કે, “આ ઉંદરની ટોપી લઇ લ્યો”.

ઉંદર ગાવા લાગ્યો, “રાજા ભિખારી… રાજા ભિખારી. મારી ટોપી લઇ લીધી…મારી
ટોપી લઇ લીધી…”.

રાજાએ સિપાહીને કહ્યું, “આની ટોપી પાછી આપી દો. મને ભિખારી કહે છે”.
સિપાહીઓએ ઉંદરને એની ટોપી પાછી આપી દીધી.

ઉંદર ગાવા લાગ્યો, “રાજા મારાથી ડરી ગયો…રાજા મારાથી ડરી ગયો…”

આમ નાચતો, ગાતો એની ટોપી પહેરી અને ઉંદર એના ઘરે ગયો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *