પોપટ ભૂખ્યો ય નથી, પોપટ તરસ્યો નથી, Parrot Story

પોપટ ભૂખ્યો નથી, પોપટ તરસ્યો નથી

એક હતો પોપટ. પોપટ બહુ જ ભલો ને ડાહ્યો હતો.

એક દિવસ પોપટને એની મા કહે- ભાઈ, કમાવા જા ને!

પોપટ તો ‘ઠીક’ કહી કમાવા ચાલ્યો. ચાલતાાં ચાલતાાં ખબૂ દૂર ગયો તયાાં એક મોટું સરોવર આવ્યું સરોવરની પાળે એક મજાનો આંબો હતો. તેના ઉપર પોપટ બેઠો.

આંબે કાચી અને પાકી ઘણી બધી કેરીઓ આવેલી. પોપટ કેરીઓ ખાય, આંબાડાળે હીંચકે ને ટહકૂા કરે. ત્યાંથી એક ગાયોનો ગોવાળ નીકળ્યો. પોપટ ગાયોના ગોવાળને કહે – એ ભાઈ, ગાયોના ગોવાળ, ગાયોના ગોવાળ! મારી માં ને એટલું કહેજે

પોપટ ભૂખ્યો નથી
પોપટ તરસ્યો નથી
પોપટ આંબાની ડાળ
પોપટ સરોવરની પાળ
પોપટ કાચી કેરી ખાય
પોપટ પાકી કેરી ખાય
પોપટ ટહૂકા કરે

ગોવાળ કહે – બાપુ! આ ગાયો રેઢી મૂકીને હું તે તારી બાને કહેવા ક્યાં જાઉં? તારે જોઈતી હોય તો આમાથી એક સારી મજાની ગાય લઈ લે. પોપટેતો એક ગાય લીધી ને આંબાના થડે બાંધી દિધી.

થોડીક વાર થઈ તયાાં તો ત્યાંથી ભેંશોનો ગોવાળ નીકળ્યો. પોપટ ભેંશોના ગોવાળ ને કહે- એ ભાઈ, ભેંશોના ગોવાળ, ભાઈ ભેંશોના ગોવાળ! મારી મા ને એટલું કહેજે

પોપટ ભૂખ્યો નથી
પોપટ તરસ્યો નથી
પોપટ આંબાની ડાળ
પોપટ સરોવરની પાળ
પોપટ કાચી કેરી ખાય
પોપટ પાકી કેરી ખાય
પોપટ ટહૂકા કરે

ભેંશોનો ગોવાળ કહે – બાપુ મારાથી તો કહેવા નહિ જવાય. તારે જોઈએ તો આમાથી એક પાડિયાળી ભેંશ લઈ લે. પોપટેતો એક સારી મજાની ભેંશ લીધી ને આંબાના થડે બાંધી.

થોડીક વાર થઈ તો ત્યાંથી બકરાનો ગોવાળ નીકળ્યો. પોપટ બકરાનાં ગોવાળને કહે- એ ભાઈ, બકરાં ના ગોવાળ, બકરાનાં ગોવાળ! મારી મા ને એટલું કહેજે

પોપટ ભૂખ્યો નથી
પોપટ તરસ્યો નથી
પોપટ આંબાની ડાળ
પોપટ સરોવરની પાળ
પોપટ કાચી કેરી ખાય
પોપટ પાકી કેરી ખાય
પોપટ ટહૂકા કરે

બકરાનો ગોવાળ કહે – અરે બાપુ! આ બકરા રેઢા મુકીને મારાથી તારી માં ને કહેવા નહી જવાય. તારે જોઈએ તો બે-ચાર બકરા લઈ લે. પોપટેતો બે-ચાર રૂપાળા બકરા લઈ લીધા ને આંબાના થડે બાંધી દીધા.

વળી ત્યાંથી ઘેટાનો ગોવાળ નીકળ્યો. ઘેટાનાં ગોવાળે પોપટને ચાર-પાંચ ઘેટા આપ્યા.

પછી તો તયાાંથી ઘોડાનો ગોવાળ, હાથીનો ગોવાળ અને સાંઢિયાનો ગોવાળ એક પછી એક નીકળ્યા. ઘોડાના ગોવાળે પોપટને એક ઘોડો આપ્યો. હાથીના ગોવાળે પોપટને એક હાથી આપ્યો. સાંઢિયાના ગોવાળે પોપટને એક સાંઢિયો આપ્યો.

પછી પોપટ તો ગાય, ભેંશ, બકરાં, ઘેટાં, ઘોડો, હાથી ને સાંઢિયો બધાંય ને લઈને એક મોટા શહેરમાં આવ્યો. બધાય ને વેચી નાખ્યા એટલે એને તો ઘણાં બધા રૂપિયા મળ્યા. થોડાક રૂપિયાનું એણે સોનુ-રૂપું લીધુ ને તેના ઘરેણાં ઘડાવ્યાં.

પછી એણે ઘરેણાં નાકમાં, કાનમાાં ને ચાચાંમાં પહેર્યાં; બીજા રૂપિયાને પાંખમાં અને ચાચાંમાં ભર્યા. પછી પોપટભાઈ ઘર ભણી ચાલ્યા. આવતાં આવતાં મોડી રાત થઈ ગઈ. ઘરનાં બધાં ઊંઘી ગયાં હતાં પોપટેતો સાંકળ ખખડાવી માને સાદ કરીને કહ્યું –

મા, મા!
બારણાં ઉઘાડો
પાથરણાં પથરાવો
ઢોલીડા ઢળાવો
શરણાઈ ઓ વગડાવો
પોપટભાઈ પાખાં ખંખેરે.

મા બિચારી આખો દિવસ ઘરનું કામ કરી કરીને ખુબ થાકી ગઈ હતી. કોણ આવ્યું છે તે એને બરાબર સમજાયું નહીં. એને થયું અત્યારે કોઈ ચોરબોર આવ્યો હશે ને ખોટું ખોટું બોલતો હશે. એણેતો બારણાાં ઉઘાડ્યાં નહીં. પછી પોપટ કાકીને ઘેર ગયો. કાકીને ઘેર જઈને કહે –

કાકી, કાકી!
બારણાં ઉઘાડો
પાથરણાં પથરાવો
ઢોલીડા ઢળાવો
શરણાઈ ઓ વગડાવો
પોપટભાઈ પાખાં ખંખેરે.

કાકીએ તો સૂતાં સૂતાં જ સંભળાવી દીધું – અતયારે અડધી રાતે કોઈ બારણાં ઉઘાડતું નથી. આવવું હોય તો સવારે આવજે. પછી પોપટ પોતાની બહેન ના ઘેર ગયો. જઈને કહે –

બહેન , બહેન !
બારણાં ઉઘાડો
પાથરણાં પથરાવો
ઢોલીડા ઢળાવો
શરણાઈ ઓ વગડાવો
પોપટભાઈ પાખાં ખંખેરે.

બહેન કહે – અત્યારે કાળી રાતે તો મારો ભાઈ ક્યાંથી હોય? ભાગી જા! તું તો કોઈ ચોર લાગે છે. પછી પોપટ તો માસી, ફોઈબા વગેરે ઘણાં સગાંવહાલાનાં ઘેર ગયો પણ કોઈએ બારણાં ઉઘાડ્યાં નહીં.

છેવટે પોપટ એની મોટીબાને તયાાં ગયો. એની મોટીબા એનેખબૂ વહાલ કરતા હતા.

મોટીબાએ તો તરત પોપટનો સાદ ઓળખ્યો. તે કહે – આવી ગયો, મારા દિકરા! આ આવી; લે બારણાં ઉઘાડુ છું, બાપુ! પછી બારણાં ઉઘાડયા એટલે પોપટભાઈ અંદર આવયા અને મોટીબા ને પગે લાગ્યા. મોટીબા એ એના દુખણાં લીધા.

પછી તો મોટીબા એ પોપટ માટે પાથરણાં પથરાવયાં, ઢોલીડાં ઢળાવયાં ને ઉપર સુંવાળા સુંવાળા ગાદલાં પથરાવયાં. પછી કહે – દિકરા! જરા અહીં બેસજે, હોં. હમણાં શરણાઈવાળા ને બોલાવું છું. મોટીબા તરત ત્રણ ચાર શરણાઈવાળાને બોલાવી લાવયા. શરણાયું પુઉંઉંઉં કરતી વાગવા માંડી.

પોપટભાઈ તો ખશુ ખશુ થઈ ગયા ને પાખ માંથી ને ચાંચ માંથી રૂપિયા ખંખેરવાં લાગ્યા. થોડી વારમાં તો આખું ઘર રૂપિયાથી ભરાઈ ગયું પોપટભાઈ આટલા બધાં રૂપિયા કમાઈને આવયા એ જોઈ મોટીબા પણ ખુબ રાજી થયા.

શરણાઈ સાંભળતાં સાંભળતાં પોપટભાઈને ઊંઘ આવી ગઈ. સવારે ઊઠીને મોટીબાએ પોપટભાઈ ની માને બોલાવી પોપટભાઈ ના રૂપિયા – ઘરેણાં એને આપી દિધા અને પોપટભાઈને જવાનું મન નહોતું તો પણ પરાણે મા ની સાથે એના ઘરે મોકલી દીધા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *